અમારી ઓર્ગેનિક ખાતર પ્રોડક્ટ્સ
અમારી ખાતર પ્રોડક્ટ્સની ઇનોવેટિવ રેન્જને નિહાળો
અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે
પાકને તેમની સંભવિત ઉપજ સુધી પહોંચવા માટે જમીનમાં ભાગ્યે જ પૂરતા પોષક તત્વો હોય છે. જમીન માટે પોષક તત્વોની ભરપાઈ કરવા માટે, ત્યાં સેન્દ્રિય ખાતર અથવા રાસાયણિક ખાતર ઉમેરવાની જરૂર પડે છે. એગ્રોકેમિકલ્સનો ઉપયોગ વ્યાપક ઇકોલોજીકલ નુકસાન અને નકારાત્મક માનવ સ્વાસ્થ્ય અસરોનું કારણ બને છે. આ ઉપરાંત, સતત અને પુનરાવર્તિત ખેતીને કારણે જમીનની સ્થિતિ ઝડપથી બગડી રહી છે જેના પરિણામે જમીન અત્યંત એસિડિક, અત્યંત ક્ષારયુક્ત, કોમ્પેક્ટ, વેરાન, ક્ષીણ અને વધુ
ખેડાયેલી બની છે. ઝડપી શહેરીકરણ અને વનનાબૂદીએ પર્યાવરણને ખૂબ અસર કરી છે, જે આખરે ક્લાઇમેટ ચેન્જ, જમીન ધોવાણ, પાકમાં ઘટાડો, અચાનક પૂર અને વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસના વધારા તરફ દોરી જાય છે.
આ તમામ પરિબળોને કારણે ઓર્ગેનિક ખાતરોના વિકાસની આવશ્યકતા ઉભી થઇ છે, જેનો ઉપયોગ જમીનના કન્ડીશનીંગ માટે કરી શકાય છે અને તે સરળતાથી ઉપલબ્ધ અને સસ્તી કાચી સામગ્રીમાંથી બનાવી શકાય છે.
અમે એવી ઓર્ગેનિક પ્રોડક્ટ્સની શોધ કરી છે જે પાકની વૃદ્ધિ માટે જરૂરી પોષણ પૂરું પાડે છે, પોષણ સાથે ઉપજમાં વધારો કરે છે, પાકમાં મેટલોઇડ્સ અને જંતુનાશકોના અવશેષોને ઘટાડે છે અથવા સંપૂર્ણ મુક્ત કરે છે, તે ઇકોફ્રેન્ડલી અને ફાર્મરફ્રેન્ડલી છે.
અમે હંમેશા અત્યંત ચીવટ સાથે પ્રોડક્ટ્સની શોધ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે પ્રોડક્ટ ઇકો-ફ્રેન્ડલી, કાર્યક્ષમ, સ્થિર છે અને તે ઝીરો વેસ્ટેજ ધરાવે છે.
અમારી આવિષ્કૃત પ્રોડક્ટ્સ ખૂબ જ યુનિક છે કારણ કે તે છોડને માત્ર જરૂરી પોષક તત્વો જ પૂરા નથી પાડતી પરંતુ તે જમીનમાં સેન્દ્રિય પદાર્થોના રજકણોની રચનાને પ્રોત્સાહન આપીને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. તંદુરસ્ત જમીનની ઉપલબ્ધતા એ કોઈપણ ફૂડ સિસ્ટમનો મૂળભૂત પાયો છે. દુરસ્ત માટી એવી માટી છે જેમાં વિઘટિત કાર્બનિક પદાર્થો અથવા સંયોજનો હોય છે જે હ્યુમસ ઉત્પન્ન કરવા માટે વિઘટનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આવી તંદુરસ્ત જમીન તંદુરસ્ત પાકનું ઉત્પાદન કરે છે જે બદલામાં ગ્રાહકોની સુખાકારી માટે પોષણ પૂરું પાડે છે.
અમારા ઇનોવેટિવ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર:
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર તેના પ્રકારની એક માત્ર અને અમારી ઇનોવેટિવ ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જે અમારી ટીમ દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે જે ઇથેનોલ ડિસ્ટીલરીઝના હાનિકારક એફ્લુએન્ટ/સ્પેન્ટ વોશની ટ્રીટમેન્ટના ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રોડક્ટ છે. અમારો ઇરાદો હાનિકારક સ્પેન્ટ વોશને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં ફેરવવા માટે અસાધારણ ઉકેલ આપીને મા પ્રકૃતિને પર્યાવરણીય હાનિથી મુક્ત કરવાનો છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝ
ગ્રાન્ડહાર્વેસ્ટ બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર છોડ અને પાકની વૃદ્ધિ માટે આવશ્યક મેક્રો અને માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સ, મિનરલ્સ અને અન્ય આવશ્યક તત્વોથી સંતુલિત છે. આ ખાતર પર્યાવરણી સાનુકૂળ, ખેડૂત સાનુકૂળ અને બિનઝેરી છે તેમજ ફૂલ ઝાડ માટે સલામત છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ ઓર્ગેનિક રુટ ખાતર:
ગ્રાન્ડહાર્વેસ્ટ ઓર્ગેનિક રુટ ખાતર પણ પાક માટે પોષણ તત્વોથી સંતુલિત છે અને તે જમીનની ફળદ્રુપતા તેમજ પર્યાવરણીય ટકાઉપણું વધારે છે. રૂટ ફર્ટિલાઇઝર મહત્તમ ઉત્પાદકતા હાંસલ કરવા માટે છોડને પુરતા પોષક તત્વો પૂરા પાડે છે અને જમીનની ફળદ્રુપતાનું પુનઃનિર્માણ કરે છે તેમજ પર્યાવરણીય અને પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ ન્યૂટ્રલાઇઝર
ગ્રાન્ડહાર્વેસ્ટ ન્યૂટ્રિલાઇઝર એક કિફાયત અને પર્યાવરણની દૃષ્ટિએ સલામત હર્બલ પ્રોડક્ટ છે જેણે વિવિધ પ્રકારના અવશોષણ, સંયોજન, અવક્ષેપન અને રેડોક્સ પ્રક્રિયાઓ મારફતે પાકમાં મેટલ આયન્સ અને જંતુનાશક દવાના અવશેષોની પ્રાપ્યતા સફળતાપૂર્વક ઘટાડી છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર
વિશ્વમાં પ્રથમ વખત, ઓર્ગેનિક પ્રોડક્ટ ડિસ્ટિલરી સ્પેન્ટ વોશને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરે છે.
ગ્રાન્ડહાર્વેસ્ટર ફર્ટિલાઇઝર
બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર એ ખેડૂતને અનુકૂળ, પર્યાવરણને અનુકૂળ અને અન્ય ખાતરો કરતાં ખૂબ જ આર્થિક છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ ઓર્ગેનિક રુટ ખાતર
ગ્રાન્ડહાર્વેસ્ટ ઓર્ગેનિક રુટ ખાતર માટે જમીનની ફળદ્રુપતા અને જમીનના સેંદ્રીય પદાર્થો વધારવા
ગ્રાન્ડહાર્વેસ્ટ
ન્યૂટ્રલાઇઝર
ગ્રાન્ડહાર્વેસ્ટ ન્યુટ્રાલાઈઝર પાકની ઉપજમાં ભારે મેટાલોઈડ અને જંતુનાશક અવશેષોની ઝેરી અસરોને નિષ્ક્રિય કરી શકે છે.
અમારી સિદ્ધિઓ
મુલાકાતીની સંખ્યા:
અમારો સંપર્ક કરો
A- 1808, કૈલાસ બિઝનેસ પાર્ક,
LBS માર્ગ પાસે, પાર્કસાઇટ,
વિક્રોલી વેસ્ટ,
મુંબઇ- 400079, ભારત.
કોપીરાઈટ © 2021 ગજાલી ગ્રુપ | સર્વાધિકાર સુરક્ષિત | કૉપ્રોમ્પટ દ્વારા સંચાલિત